એન્જિનિયરિંગમાં એડમિશન લેતા પહેલા જાણી લો, કઈ બ્રાન્ચમાં મળે છે લાખોનું પેકેજ?

ધોરણ 12 સાયન્સ પછી મોટાભાગના વિદ્યાર્થીઓને  સૌથી મોટો સવાલ એ છે કે કઈ બ્રાન્ચ પસંદ કરવી જેમાં પગાર સૌથી વધુ મળે?

લિસ્ટમાં સૌથી ઉપર આવે છે Computer Science Engineering. આ બ્રાન્ચની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી. ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી ટોપ કંપનીઓ CSE ગ્રેજ્યુએટ્સને કરોડોના પેકેજ આપે છે.

જો તમને રોકેટ અને વિમાનમાં રસ હોય, તો આ બ્રાન્ચ બેસ્ટ છે. એરોસ્પેસ એન્જિનિયર્સને ઈસરો, નાસા અને મોટી એવિએશન કંપનીઓમાં ખૂબ ઊંચા પગારની નોકરી મળે છે.

મોબાઈલ, ચિપ મેન્યુફેક્ચરિંગ અને ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિને કારણે ECE એન્જિનિયર્સની માંગ વધી છે. અહીં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેમાં તક છે.

ઓઈલ, ગેસ અને ફાર્મા કંપનીઓમાં કેમિકલ એન્જિનિયર્સને શરૂઆતથી જ ખૂબ સારો પગાર ઓફર કરવામાં આવે છે.

હવેનો જમાનો Data Science અને AI નો છે. આ ફિલ્ડમાં સ્કિલ્ડ એન્જિનિયર્સની અછત છે, તેથી કંપનીઓ મો માંગ્યા દામ આપવા તૈયાર હોય છે.

બ્રાન્ચ કોઈ પણ હોય, પણ જો તમારામાં સ્કિલ હશે, તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. તમને કઈ બ્રાન્ચમાં રસ છે?