ચોકલેટ ખાવાથી પ્રેમ વધે છે? જાણો વેલેન્ટાઈન વીકમાં 'ચોકલેટ ડે'નું મહત્વ!
9મી ફેબ્રુઆરી એટલે 'ચોકલેટ ડે'! વેલેન્ટાઈન વીકનો સૌથી સ્વીટ અને ટેસ્ટી દિવસ.
તમને એમ હશે કે ચોકલેટ ખાલી મોઢું મીઠું કરવા અપાય છે, પણ ના! આની પાછળ એક મોટું 'સાયન્સ' છે.
ચોકલેટમાં 'ફેનેથિલામાઇન નામનું તત્વ હોય છે, જેને સાયન્સની ભાષામાં 'લવ કેમિકલ' કહેવાય છે.
આ કેમિકલ આપણા મગજમાં એ જ હોર્મોન્સ એક્ટિવ કરે છે, જે આપણે પ્રેમમાં પડીએ ત્યારે એક્ટિવ થાય છે. એટલે જ ચોકલેટ ખાવાથી ખુશી મળે છે.
ચોકલેટ નેચરલ 'સ્ટ્રેસ બસ્ટર' છે. જો તમારો પાર્ટનર ગુસ્સામાં હોય કે ટેન્શનમાં હોય, તો એક ચોકલેટ તેમનો મૂડ તરત સુધારી શકે છે.
પ્રાચીન સમયમાં 'એઝટેક લોકો ચોકલેટને ભગવાનનું પીણું અને રોમાન્સ વધારનારી ઔષધિ માનતા હતા.
તો રાહ કોની જુઓ છો? સંબંધમાં મીઠાશ ભેળવવી હોય અને રિસાયેલા પાર્ટનરને મનાવવા હોય, તો ચોકલેટથી સારું કોઈ ગિફ્ટ નથી!