શિકાર પર ગયેલા રાષ્ટ્રપતિ અને રીંછનું બચ્ચું... જાણો 'ટેડી ડે'નો અનોખો ઇતિહાસ!
10મી ફેબ્રુઆરી એટલે 'ટેડી ડે'! ચોકલેટ પછીનો આ સૌથી ક્યુટ દિવસ છે.
શું તમને ખબર છે કે આ રમકડાનું નામ 'ટેડી' કેવી રીતે પડ્યું? આની પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ થિયોડોર 'ટેડી' રૂઝવેલ્ટની વાર્તા છે.
એકવાર રૂઝવેલ્ટ શિકાર પર ગયા હતા, ત્યાં તેમને એક રીંછના બચ્ચાને મારવાની ના પાડી દીધી હતી. આ ઘટના ન્યૂઝપેપરમાં કાર્ટૂન બનીને છપાઈ.
આ જોઈને એક રમકડાં બનાવનાર વ્યક્તિએ રૂઝવેલ્ટના માનમાં એક સોફ્ટ ટોય બનાવ્યું અને તેનું નામ 'Teddy's Bear' રાખ્યું.
ટેડી બીયર એ માત્ર રમકડું નથી, પણ 'હૂંફ અને 'સુરક્ષાનું પ્રતીક છે.
જ્યારે પાર્ટનર દૂર હોય ત્યારે તેને યાદ કરીને ટેડીને Hug કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને એકલાપણાનો અહેસાસ થતો નથી.
બસ એટલે જ, પ્રેમમાં શબ્દો ખૂટે ત્યારે એક ક્યુટ ટેડી દિલની વાત કહી દે છે!