પ્રોમિસ ડે ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે?

ગુલાબ કરમાઈ જશે અને ચોકલેટ ખવાઈ જશે, પણ 'પ્રોમિસ' આખી જિંદગી સાથ આપશે!

11મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન વીકનો પાંચમો અને સૌથી મહત્વનો દિવસ - 'પ્રોમિસ ડે'.

પ્રેમમાં ગિફ્ટ્સ અને ચોકલેટ તો ઠીક છે, પણ કોઈપણ સંબંધનો સાચો પાયો 'વિશ્વાસ' છે. અને આ વિશ્વાસ મજબૂત થાય છે 'વચનો'થી.

આ દિવસનો ઈતિહાસ કોઈ રાજા-રાણી સાથે જોડાયેલો નથી, પણ આધુનિક સમયમાં સંબંધોમાં 'કમીટમેન્ટનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવાય છે.

કહેવાય છે ને કે 'વચન આપવું સહેલું છે, પણ નિભાવવું અઘરું છે'. એટલે જ આ દિવસ યાદ અપાવે છે કે પ્રેમમાં માત્ર વાતો નહીં, પણ સાથ નિભાવવાની તૈયારી હોવી જોઈએ.

આજે 'ચાંદ-તારા તોડી લાવવાના' ફિલ્મી વાયદા ન કરતા! તેના બદલે, 'સુખમાં ભલે નહીં, પણ દુઃખમાં તારી પડખે ઉભો રહીશ' - આવું રિયલ પ્રોમિસ આપજો.

તો આજે તમારા પાર્ટનરનો હાથ પકડીને એવું વચન આપો, જે તમે સાચે જ પાળી શકો!