ફ્રાન્સથી શરૂ થયેલી 'કિસ'ની પરંપરા... જાણો કેમ ઉજવાય છે 'કિસ ડે'?

13મી ફેબ્રુઆરી એટલે 'કિસ ડે'. વેલેન્ટાઈન ડે પહેલાની આખરી પરીક્ષા!

કહેવાય છે કે જ્યાં શબ્દો ઓછા પડે, ત્યાં એક 'કિસ' દિલની આખી વાત કહી દે છે. તે પ્રેમને 'સીલ'  કરવાની નિશાની છે.

એવું માનવામાં આવે છે કે 6ઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં લોકો ડાન્સ પૂરો થયા પછી પાર્ટનરને કિસ કરતા હતા. ત્યાંથી આ પ્રથા આખી દુનિયામાં ફેલાઈ.

રોમનોમાં પણ કિસ કરીને સગાઈ કે લગ્ન નક્કી કરવાની પરંપરા હતી.

મેડિકલ સાયન્સ મુજબ, કિસ કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને 'હેપ્પી હોર્મોન્સ' વધે છે, જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવે છે.

કિસનો અર્થ માત્ર રોમાન્સ નથી. જો પાર્ટનરના કપાળ પર કિસ કરવામાં આવે, તો તે 'રિસ્પેક્ટ' અને 'કેર'ની સૌથી મોટી નિશાની છે.

તો આજે તમારા સાથીને પ્રેમનો અહેસાસ કરાવવાનું ભૂલતા નહીં!