પેટ્રોલ બચાવવા AC બંધ કરીને બારીઓ ખોલી દો છો? તો આ ભૂલ તમને મોંઘી પડી શકે છે!

પેટ્રોલ ના ભાવ આસમાને છે, એટલે આપણે માઈલેજ વધારવા AC બંધ કરીને કાચ ઉતારીને ગાડી ચલાવીએ છીએ. પણ શું ખરેખર તેનાથી ફાયદો થાય છે?

જો તમે શહેરમાં ટ્રાફિકમાં અથવા ધીમી ગતિએ ગાડી ચલાવો છો, તો બારીઓ ખુલ્લી રાખવી અને AC બંધ રાખવું ફાયદાકારક છે. આનાથી પેટ્રોલ બચે છે.

પણ જો તમે હાઈવે પર ફાસ્ટ  ગાડી ચલાવો છો અને બારીઓ ખુલ્લી રાખો છો, તો ચેતી જજો! અહીં ઉલટું નુકસાન થાય છે.

જ્યારે ગાડી ફાસ્ટ હોય અને બારીઓ ખુલ્લી હોય, ત્યારે હવા ગાડીની અંદર ઘૂસે છે અને તેને પાછળની તરફ ખેંચે છે. આને 'એર ડ્રેગ' કહેવાય છે.

આ હવાના અવરોધને કાપવા માટે એન્જિનને વધારે તાકાત લગાડવી પડે છે, જેના કારણે AC ચાલુ રાખવા કરતા પણ વધારે પેટ્રોલ ખુલ્લી બારીઓમાં વપરાઈ જાય છે!

એટલે નિયમ યાદ રાખો - જો શહેરમાં ફરો છો તો 'બારીઓ ખુલ્લી', પણ હાઈવે પર સ્પીડમાં હોવ તો કાચ બંધ અને AC ચાલુ' જ રાખવું. આ જ સાચી રીત છે.