ભારતમાં સૌથી વધુ ફેક્ટરીઓ કયા રાજ્યમાં છે? 90% લોકોનો જવાબ ખોટો પડે છે!

જો તમને પૂછવામાં આવે કે ભારતમાં સૌથી વધુ ફેક્ટરીઓ કયા રાજ્યમાં છે, તો તમારો જવાબ શું હશે?

મોટાભાગના ગુજરાતીઓ ગર્વથી કહેશે - "ગુજરાત"! અથવા કદાચ કોઈ "મહારાષ્ટ્ર" નું નામ લેશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને જવાબ ખોટા છે!

સરકારી આંકડા (ASI અને RBI ડેટા) મુજબ, ભારતમાં ફેક્ટરીઓની સંખ્યામાં તમિલનાડુ  નંબર 1 પર છે.

એક રિપોર્ટ મુજબ, તમિલનાડુમાં 38,837 જેટલી ફેક્ટરીઓ છે. જ્યારે આપણું ગુજરાત (28,479) બીજા નંબરે અને મહારાષ્ટ્ર (25,610) ત્રીજા નંબરે આવે છે.

સૌથી વધુ ફેક્ટરીઓ હોવાને કારણે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોની સંખ્યામાં પણ તમિલનાડુ ટોપ પર છે.

તમિલનાડુમાં ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનો પાયો ખૂબ મજબૂત છે, જેને કારણે તે 'ફેક્ટરી હબ' બની ગયું છે.

ભલે સંખ્યામાં તમિલનાડુ આગળ હોય, પણ 'પ્રોડક્શન' અને 'રોકાણ'માં તો ગુજરાત હંમેશા ટક્કર આપે છે! શું તમને આ ફેક્ટ ખબર હતી?