મહાશિવરાત્રિ પર વ્રત કેવી રીતે રાખવું? શું કરવું અને શું નહીં જાણો

મહાશિવરાત્રિ ભગવાન શિવને સમર્પિત પવિત્ર તહેવાર છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવી માન્યતા છે.

તેથી આજે આપણે જાણીશું કે, મહાશિવરાત્રિ પર વ્રત કેવી રીતે રાખવું? અને શું કરવું અને શું ન કરવું જોઇએ.

સૌથી પહેલા મહાશિવરાત્રિએ ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે. નિર્જળ વ્રત, ફળાહાર વ્રત અને આંશિક વ્રત. તમારી તબિયત અને ક્ષમતા મુજબ વ્રત પસંદ કરો.

બિલીપત્ર, ધતૂરા અને ફૂલ અર્પણ કરવા અને “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો, દિવસભર સાત્વિકતા રાખવી અને મન, વાણી અને વર્તનમાં શાંતિ જાળવવી.

શક્ય હોય તો રાત્રે જાગરણ કરી શિવ પુરાણનું પાઠ અથવા ભજન કરવું જોઇએ. અને ફળાહાર અથવા નિર્જળ ઉપવાસ પોતાની શક્તિ પ્રમાણે રાખવો.

શું ન કરવું: ઉપવાસના દિવસે લસણ, ડુંગળી, માંસાહાર અને નશીલા પદાર્થોથી દૂર રહેવું અને ગુસ્સો, ઝઘડો કે ખોટું બોલવું ટાળવું.

પૂજા દરમિયાન ચઢાવેલા ફૂલો કે બિલીપત્ર ફરીથી ઉપયોગ ન કરવો. દિવસભર આળસ કે નકારાત્મક વિચારો ન રાખવા.

વ્રત ખોલવાની રીત: બીજા દિવસે સવારે પૂજા પછી પ્રસાદ અથવા ફળથી વ્રત ખોલવું. પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવો.