અમેરિકા નહીં પણ આ દેશે દુનિયાને આપી સૌથી પહેલી બેંક! 550 વર્ષ પછી પણ છે ચાલુ

આપણે સૌ બેંકમાં ખાતું ધરાવીએ છીએ, પણ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી પહેલી બેંક કયા દેશમાં અને ક્યારે શરૂ થઈ હતી?

જવાબ છે - ઈટાલી. હા, બેંકિંગ સિસ્ટમની ભેટ દુનિયાને ઈટાલીએ આપી છે.

સૌથી જૂની બેંક: દુનિયાની સૌથી જૂની અને હજુ પણ કાર્યરત હોય તેવી બેંકનું નામ 'Banca Monte dei Paschi di Siena' છે.

આ બેંકની સ્થાપના 1472 માં થઈ હતી. એટલે કે આ બેંક 550 વર્ષ કરતાં પણ જૂની છે અને આજે પણ ચાલે છે!

તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજી શબ્દ 'Bank' એ ઈટાલિયન શબ્દ 'Banco' (બેન્કો) પરથી આવ્યો છે.

Banco' નો અર્થ થાય છે 'બેન્ચ' અથવા 'ટેબલ'. પહેલાના જમાનામાં શાહુકારો બજારમાં લાકડાની બેન્ચ પર બેસીને પૈસાની લેવડદેવડ કરતા હતા, તેથી તેનું નામ 'બેંક' પડી ગયું.

આજે ભલે બધું ડિજિટલ થઈ ગયું હોય, પણ આર્થિક વ્યવહારનો પાયો સદીઓ પહેલા ઈટાલીમાં નખાઈ ગયો હતો.