ટ્રેન છે કે મહેલ? ભારતની આ 4 ટ્રેનોનું ભાડું સાંભળીને હોશ ઉડી જશે!
સામાન્ય રીતે ટ્રેનની મુસાફરી સસ્તી હોય છે, પણ ભારતની આ 'લક્ઝરી ટ્રેનોનું ભાડું લાખોમાં છે! તેમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ મળે છે.
મહારાજા એક્સપ્રેસ: આ દુનિયાની સૌથી મોંઘી ટ્રેનોમાંની એક છે. તેમાં સોના-ચાંદીના વાસણોમાં જમવાનું પીરસાય છે. તેનું ભાડું 5 લાખથી શરૂ થઈને 20 લાખ રૂપિયા સુધી હોય છે!
પેલેસ ઓન વ્હીલ્સ: રાજસ્થાનના રજવાડી ઠાઠ માણવો હોય તો આ ટ્રેન બેસ્ટ છે. તેનું ઈન્ટિરિયર એકદમ રાજાના મહેલ જેવું છે. 7 દિવસની સફરનું ભાડું 5 લાખથી 13 લાખ રૂપિયા છે.
ધ ગોલ્ડન ચેરીયેટ: દક્ષિણ ભારતના પ્રવાસ માટે આ ટ્રેન ચાલે છે. તેમાં જિમ, સ્પા અને બાર જેવી સુવિધાઓ છે. ભાડું 3 લાખથી 5 લાખ રૂપિયા છે.
ડેક્કન ઓડિસી: મહારાષ્ટ્ર ટુરીઝમની આ 'બ્લૂ ટ્રેન અંદરથી કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછી નથી. તેનું ભાડું 8 લાખથી 11 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
આ ટ્રેનોમાં મુસાફરી કરવી એ માત્ર એક સફર નહીં, પણ જિંદગીભર યાદ રહી જાય તેવો 'શાહી અનુભવ' છે. તમારું સપનું કઈ ટ્રેનમાં બેસવાનું છે?