વજન ઉતારવું છે? તો ડાયેટમાં સામેલ કરો આ ખાટું-મીઠું ફળ, ચરબી ઓગળશે ફટાફટ!

પાઈનેપલ (અનાનસ) માં કેલરી ખૂબ ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ 80% થી વધુ હોય છે, જેથી પેટ ભરેલું રહે છે અને વજન વધતું નથી.

આ પાઈનેપલનું સૌથી મોટું સિક્રેટ છે. આ એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને એકદમ સ્ટ્રોંગ બનાવે છે.

ખરાબ પાચન એ વજન વધવાનું મુખ્ય કારણ છે. પાઈનેપલ ખાવાથી તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને જમા થયેલી ચરબી ઝડપથી બળવા લાગે છે.

આમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વારંવાર જંક ફૂડ ખાવાની આદત છૂટી જાય છે.

જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થાય, ત્યારે મીઠાઈ કે ચોકલેટની જગ્યાએ પાઈનેપલના ટુકડા ખાઈ લો. આનાથી ટેસ્ટ પણ મળશે અને કેલરી પણ નહીં વધે.

ડાયેટિંગ વખતે થાક ન લાગે તે માટે પાઈનેપલ બેસ્ટ છે. તે શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વજન ઓછું કરવાની સફરમાં પાઈનેપલ તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. તેને સ્નેક્સ તરીકે કે સલાડમાં જરૂર સામેલ કરો.