સરકારી સાહેબની ખુરશી પર હંમેશા 'સફેદ ટુવાલ' જ કેમ હોય છે? જાણો આ રસપ્રદ કારણો!
તમે કોઈ સરકારી કચેરીમાં ગયા હશો, તો જોયું હશે કે મોટા સાહેબની ખુરશી પર હંમેશા એક ચમકતો સફેદ ટુવાલ રાખેલો હોય છે. પણ શું તમે જાણો છો કે આની પાછળનું અસલી કારણ શું છે?
આ પ્રથા આજકાલની નથી, પણ બ્રિટિશ કાળથી ચાલી આવે છે. તે સમયે ઓફિસોમાં AC કે કુલર નહોતા.
એટલે ગરમીમાં પરસેવો શોષવા અને ખુરશી ખરાબ ન થાય તે માટે અંગ્રેજ અધિકારીઓ ટુવાલ રાખતા હતા.
સફેદ રંગ 'સ્વચ્છતા, સાદગી અને ઈમાનદારી' નું પ્રતીક છે. આ ઉપરાંત, સાયન્ટિફિક રીતે જોઈએ તો સફેદ ટુવાલને ધોવો અને બ્લીચ કરીને ડાઘ કાઢવા ખૂબ જ સરળ હોય છે,
જ્યારે રંગીન ટુવાલને રોજ ધોવાથી તેનો કલર ઉડી જાય છે. (જેમ ટ્રેન અને હોટલમાં સફેદ ચાદર વપરાય છે તેમ).
સમય જતાં આ જરૂરિયાત એક 'સ્ટેટસ' બની ગઈ. મીટિંગ રૂમમાં એકસરખી ખુરશીઓમાંથી 'સૌથી મોટા સાહેબ' ની ખુરશી કઈ છે, તે અલગથી ઓળખવા માટે સફેદ ટુવાલ રાખવાનો ટ્રેન્ડ આજ સુધી ચાલુ છે.
એટલે કે જે વસ્તુ પહેલા માત્ર પરસેવો અને તેલથી બચવાનો રસ્તો હતી, તે આજે બાબુઓના 'પાવર' અને 'સીનિયોરિટી' ની ઓળખ બની ગઈ છે! શું તમને આ ફેક્ટ ખબર હતી?