અમેરિકાના વિદ્યાર્થીઓને પરસેવો છોડાવતી 'બ્લુ બુક એક્ઝામ' શું છે? જાણો રસપ્રદ વાતો!

અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાંબા જવાબો અને નિબંધ લખવા માટે એક ભૂરા રંગના કવરવાળી નાની નોટબુક વપરાય છે, જેને 'બ્લુ બુક' કહેવાય છે. તેમાં 16 થી 24 જેટલા ખાલી પેજ હોય છે.

આ પરીક્ષા આપવાની પદ્ધતિ 1920 ના દાયકામાં 'બટલર યુનિવર્સિટીમાંથી શરૂ થઈ હતી અને ધીમે-ધીમે આખા અમેરિકામાં પ્રખ્યાત થઈ ગઈ હતી.

ડિજિટલ જમાનામાં ઓનલાઈન એક્ઝામને કારણે આ પ્રથા લુપ્ત થઈ રહી હતી, પણ હવે ChatGPT અને AI ના આગમન પછી તેનો ફરીથી જબરદસ્ત ક્રેઝ વધ્યો છે!

વિદ્યાર્થીઓ ઘરેથી AI ની મદદથી સેકન્ડોમાં અસાઈનમેન્ટ લખી લાવતા હતા. આ ચોરી રોકવા પ્રોફેસરોએ ફરીથી ક્લાસરૂમમાં બેસાડીને 'પેન અને પેપર' થી એક્ઝામ લેવાનું શરૂ કર્યું છે.

આ એક્ઝામમાં મોબાઈલ કે લેપટોપ લાવવાની સખત મનાઈ હોય છે. વિદ્યાર્થીઓએ પોતાના મગજનો ઉપયોગ કરીને જ પેપરમાં જાતે વિચારો લખવા પડે છે.

આજના ટાઈપિંગ વાળા જમાનામાં વિદ્યાર્થીઓને પેન પકડીને લાંબા-લાંબા જવાબો લખવાની આદત રહી નથી, એટલે આ 'બ્લુ બુક' તેમના માટે મોટો ડર બની ગઈ છે!

આના પરથી એટલું તો નક્કી છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ અસલી જ્ઞાન માપવા માટે 'પેન અને કાગળ' જ સૌથી બેસ્ટ ઓપ્શન છે.