માથામાં ડેન્ડ્રફથી પરેશાન છો? એલોવેરાનો આ દેશી ઉપાય ખોડો જડમૂળથી દૂર કરશે!
માથાની ચામડી (સ્કાલ્પ) વધુ પડતી ડ્રાય થઈ જાય ત્યારે ખોડો થાય છે. એલોવેરા (કુંવારપાઠું) એ નેચરલ મોઇશ્ચરાઇઝર છે, જે ડ્રાયનેસ દૂર કરે છે.
તાજા એલોવેરા જેલમાં લીંબુના રસનાં થોડાં ટીપાં મિક્સ કરો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ અને એલોવેરાના એન્ટી-ફંગલ ગુણો ખોડાનો તરત સફાયો કરે છે.
વાળને અંદરથી મજબૂત બનાવવા માટે નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરો. આનાથી સ્કાલ્પને પોષણ મળે છે અને ડેન્ડ્રફની સાથે વાળ ખરતા પણ અટકે છે.
દહીં અને એલોવેરાનું મિશ્રણ વાળ માટે નેચરલ કન્ડિશનરનું કામ કરે છે. તે વાળના મૂળને ઠંડક આપે છે અને વાળને એકદમ સિલ્કી તેમજ શાઈની બનાવે છે.
આમાંથી કોઈપણ પેક માથામાં લગાવીને અડધો કલાક સુધી રહેવા દો. ત્યારબાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી જબરદસ્ત રિઝલ્ટ મળશે.
સારા ડાયેટની સાથે સાથે એલોવેરાનો આ બહારનો પ્રયોગ તમારા વાળ અને સ્કીનની સુંદરતા તેમજ ઓવરઓલ હેલ્થ જાળવી રાખવા માટેનો બેસ્ટ ઓપ્શન છે!