નિષ્ણાત પાસેથી જાણો અથાણું ખાવાના ફાયદા અને નુકસાન
રોજિંદા ભોજનમાં થોડું અથાણું ખાવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને પાચનક્રિયા સારી થાય છે.
અથાણામાં રહેલા સારા બેક્ટેરિયા આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પરંતુ અથાણામાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી તેનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.
વધુ મીઠાવાળું અથાણું રોજ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
બજારમાં મળતા અથાણામાં તેલ અને મસાલા વધુ હોવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધે છે.
નિષ્ણાતોના મતે બજાર કરતા ઘરે બનાવેલા ઓછા તેલ વાળા અથાણાં સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત છે.
જો તમારું વજન વધારે હોય તો વધુ કેલરી ધરાવતા આવા તેલયુક્ત અથાણાં ખાવાનું બિલકુલ ટાળવું.
સ્વસ્થ રહેવા માટે દિવસમાં માત્ર 1 નાની ચમચી જેટલું જ અથાણું ખાવું સૌથી યોગ્ય માનવામાં આવે છે.