જમવાનો સાચો સમય કયો છે અને અનિયમિત સમયે જમવાના નુકસાન
અનિયમિત સમયે જમવાથી શરીરની પાચનક્રિયા બગડે છે અને ગેસ કે એસિડિટીની સમસ્યા થાય છે.
સવારનો નાસ્તો જાગ્યા પછીના 2 કલાકમાં એટલે કે 7 થી 9 વાગ્યાની વચ્ચે કરી લેવોજોઈએ.
બપોરનું ભોજન 12 થી 2 વાગ્યાની વચ્ચે લેવું સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાતનું જમવાનું હંમેશા હળવું અને સૂવાના 2 થી 3 કલાક પહેલાં એટલે કે 7 થી 8 વાગ્યે લેવું.
મોડી રાત્રે જમવાથી વજન ઝડપથી વધે છે અને ઊંઘ ખરાબ થવાનો મોટો ખતરો રહે છે.
જમવાનો સમય રોજ એક જ સરખો રાખવાથી શરીરની બોડી ક્લોક એકદમ સેટ રહે છે.
બે ભોજન વચ્ચે વધુ પડતો ગેપ રાખવાથી ડાયાબિટીસ અને નબળાઈ થવાની શક્યતા વધે છે.
હંમેશા સમયસર અને શાંતિથી જમવાથી ખાધેલો ખોરાક શરીરમાં પૂરેપૂરો પચી જાય છે.