દુનિયાનો એક એવો દેશ જ્યાં 1 વર્ષમાં 13 મહિના હોય છે

આખી દુનિયામાં વર્ષના 12 મહિના હોય છે પરંતુ ઈથોપિયા દેશમાં 13 મહિના હોય છે.

આફ્રિકા ખંડમાં આવેલા ઈથોપિયા દેશનું કેલેન્ડર આખી દુનિયા કરતા સાવ અલગ ચાલે છે.

ઈથોપિયાના આ ખાસ કેલેન્ડરમાં શરુઆતના 12 મહિના પૂરા 30-30 દિવસના હોય છે.

જ્યારે વર્ષનો છેલ્લો અને 13મો મહિનો માત્ર 5 અથવા 6 દિવસનો જ હોય છે.

આ 13મા મહિનાને ઈથોપિયાની સ્થાનિક ભાષામાં 'પાગુમે' તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયા કરતા અલગ કેલેન્ડર હોવાને કારણે આ દેશ આપણા કરતા 7 થી 8 વર્ષ પાછળ ચાલે છે.

જ્યારે આખી દુનિયાએ 2008 ની સાલ ઉજવી ત્યારે આ દેશમાં વર્ષ 2000 ચાલી રહ્યું હતું.

આ દેશમાં નવું વર્ષ 1 જાન્યુઆરીએ નહીં પરંતુ 11 કે 12 સપ્ટેમ્બરના રોજ મનાવાય છે.