UPSC પરીક્ષા આપ્યા વિના IAS ઓફિસર કેવી રીતે બની શકાય?

UPSC પરીક્ષા આપ્યા વિના પણ સીધા IAS ઓફિસર બની શકાય છે.

આ માટે રાજ્ય જાહેર સેવા આયોગ (જેમ કે GPSC) પાસ કરવી પડે.

ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર જેવા ક્લાસ-1 પદ પર નોકરી મેળવવી.

આ હોદ્દા પર 8 થી 10 વર્ષ સુધી સતત ઉત્કૃષ્ટ કામગીરી કરવી પડે છે.

રાજ્ય સરકાર આવા સિનિયર અધિકારીઓનું લિસ્ટ કેન્દ્રને મોકલે છે.

કેન્દ્ર સરકાર અને UPSC બોર્ડ તેમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરે છે.

આ પ્રક્રિયાથી પસંદ થતા અધિકારીઓ પ્રમોટેડ IAS ઓફિસર કહેવાય છે.

જોકે, આ પ્રમોશન માટે ઉમેદવારની ઉંમર 54 વર્ષથી ઓછી હોવી જોઈએ.

આમ, રાજ્ય સેવામાં શ્રેષ્ઠ કામ કરીને પણ આ પદ સુધી પહોંચી શકાય છે.