આ મુસ્લિમ દેશમાં ભીખ માંગવી છે ગંભીર ગુનો, મળે છે આકરી સજા

દુનિયાના ઘણા દેશોમાં ભીખ માંગવી સામાન્ય છે, પરંતુ યુએઈમાં તે એક ગુનો છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ભીખ માંગવા પર અત્યંત કડક કાયદો બનાવવામાં આવ્યો છે.

આ દેશમાં જો કોઈ વ્યક્તિ રસ્તા પર ભીખ માંગતો પકડાય તો તેને તરત જ જેલ થઈ શકે છે.

કાયદા મુજબ ભીખ માંગવા બદલ 3 મહિનાની જેલ અને 5000 દિરહામનો દંડ થાય છે.

જો કોઈ વ્યક્તિ સંગઠિત રીતે ભીખ માંગવાનું મોટું રેકેટ ચલાવતો હોય તો સજા વધુ કડક બને છે.

આવા ગુના માટે ઓછામાં ઓછી 6 મહિનાની જેલ અને 1 લાખ દિરહામ સુધીનો મોટો દંડ ફટકારાય છે.

રમઝાન અને અન્ય તહેવારોમાં ભિખારીઓની સંખ્યા વધતી હોવાથી પોલીસ ખાસ ઝુંબેશ ચલાવે છે.

દેશની સરકાર લોકોને અપીલ કરે છે કે દયા ખાઈને રસ્તા પર કોઈને પણ પૈસા આપવા જોઈએ નહીં.

દાન અને પુણ્ય કરવા માંગતા લોકોએ માત્ર સરકાર માન્ય સંસ્થાઓમાં જ દાન જમા કરાવવું જોઈએ.