ચહેરા પર કેળાની છાલ ઘસવાના અદભુત ફાયદા
ઉનાળામાં ચહેરા પર કેળાની છાલ ઘસવાથી ત્વચાને અદભુત ફાયદો થાય છે.
કેળું માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ચહેરાની સુંદરતા વધારવામાં પણ શ્રેષ્ઠ છે.
રોજ ચહેરા પર કેળાની છાલ ઘસવાથી સ્કીનની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
વધતી ઉંમરની સાથે ચહેરા પર પડતી કરચલીઓને તે ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
ખીલ અને પિમ્પલ્સથી પરેશાન લોકો માટે કેળાની છાલનો ઉપયોગ રામબાણ ઈલાજ છે.
ઉનાળાની ગરમીમાં ચહેરા પર થતી બળતરાને શાંત કરવા આ છાલ હળવેથી ઘસવી જોઈએ.
નિયમિત કેળાની છાલ ઘસવાથી ચહેરાનો મેલ દૂર થાય છે અને સ્કીન ગ્લોઈંગ બને છે.
તે ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ રાખીને તેને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવે છે.
જોકે, સ્કીન માટે કોઈપણ નવો પ્રયોગ કરતા પહેલા નિષ્ણાત ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.