દુનિયાના સૌથી નબળા પાસવર્ડની યાદી, જેમાં '123456' પણ સામેલ છે
આપણા ફોન અને ડેટાને સુરક્ષિત રાખવા માટે હંમેશા મજબૂત પાસવર્ડ હોવો ખૂબ જ જરૂરી છે.
નબળો પાસવર્ડ સરળતાથી હેક થઈ શકે છે, છતાં લોકો હજુ પણ તેનો જ વધુ ઉપયોગ કરે છે.
તાજેતરમાં જ NordPass દ્વારા દુનિયાના 200 સૌથી નબળા પાસવર્ડની એક યાદી બહાર પાડવામાં આવી છે.
દુનિયામાં સૌથી વધુ વપરાતા નબળા પાસવર્ડમાં 123456, admin, 12345678 અને 12345 મુખ્ય છે.
જ્યારે ભારતમાં લોકો મોટાભાગે password, Abcd@1234 અને India@123 નો વધુ ઉપયોગ કરે છે.
123456 જેવો પાસવર્ડ દરેક ઉંમરના લોકો વાપરે છે જે હેકર્સ માટે તોડવો સાવ સરળ હોય છે.
આજકાલના યુવાનો (GenZ) હવે પાસવર્ડમાં નંબર્સ અથવા મીમ્સનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.
જ્યારે મોટી ઉંમરના લોકો હજુ પણ પોતાના પાસવર્ડમાં પોતાના નામનો જ સૌથી વધુ ઉપયોગ કરે છે.
સાયબર ચોરીથી બચવા માટે હંમેશા અક્ષરો, નંબર્સ અને ચિહ્નો (Symbols) વાળો મજબૂત પાસવર્ડ જ રાખવો.