શું  તમે જાણો છો દુનિયાના સૌથી મોંઘા અને લક્ઝરી સ્માર્ટફોન્સ કયા છે ?

ફાલ્કન સુપરનોવા આઇફોન 6 પિંક ડાયમંડ વિશ્વનો સૌથી મોંઘો ફોન માનવામાં આવે છે.

આ ફોનની કિંમત કરોડોમાં છે, કારણ કે તેની પાછળના ભાગમાં વિશાળ કિંમતી ગુલાબી હીરો જડેલો છે.

આઈફોન 4એસ સ્ટુઅર્ટ હ્યુજીસ પણ લિસ્ટમાં સામેલ છે, જેમાં 500 થી વધુ હીરા છે.

ગોલ્ડસ્ટ્રાઈકર આઈફોન 3જીએસ સુપ્રીમની બોડી શુદ્ધ સોના અને હીરાથી બનેલી છે.

આ મોંઘા ફોન્સ માત્ર ટેકનોલોજી માટે નહીં, પણ તેમાં વપરાયેલા સોના, પ્લેટિનમ અને કિંમતી રત્નોને કારણે ખાસ છે.

લક્ઝરી બ્રાન્ડ્સ લિમિટેડ એડિશનમાં આવા ફોન બનાવે છે, જે ખાસ ઓર્ડર પર જ તૈયાર કરવામાં આવે છે.

કેટલાક ફોનના હોમ બટન પર જ દુર્લભ હીરા મૂકવામાં આવ્યા હોય છે, જે તેની કિંમત અનેકગણી વધારે છે.

સામાન્ય સ્માર્ટફોન કરતા આ ફોન એક લક્ઝરી સ્ટેટસ સિમ્બોલ અને કલેક્ટર્સ આઈટમ તરીકે ઓળખાય છે.