હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે બેસ્ટ ફૂડ્સ કયા છે? 

કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે, જે શરીરમાં સોડિયમની અસર ઘટાડી બીપી કંટ્રોલ કરે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક અને મેથી હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.

ખાટા ફળો જેવા કે સંતરા અને લીંબુમાં વિટામિન-સી હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે.

લસણનું સેવન કરવાથી ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને બીપી નિયંત્રિત રહે છે.

દહીંમાં કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ગુણકારી છે.

ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ અને બીપી બંનેને ઘટાડવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ રક્તવાહિનીઓને લચીલી બનાવી બ્લડ પ્રેશર ઘટાડે છે.

તરબૂચમાં એમિનો એસિડ હોય છે, જે શરીરમાં બ્લડ ફ્લો સુધારી હાઈ બીપીમાં રાહત આપે છે.