વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવતી મહિલા કોણ છે?

અમેરિકાની શૅનલ ટેપરની જીભની લંબાઈ 3.8 ઇંચ (9.75 સેમી) છે.

આ અદભૂત વિશેષતાને કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

તેની જીભ એટલી લાંબી છે કે તે તેને નાક સુધી આરામથી અડાડી શકે છે.

શૅનલ જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેને આ અનોખી ક્ષમતા વિશે ખબર પડી.

તે પોતાની આ જીભ વડે ચહેરાના કોઈપણ ભાગને સરળતાથી સ્પર્શી શકે છે.

સોશિયલ મીડિયા પર શૅનલના આ પરાક્રમના વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

તે પોતાની આ ખાસિયતને કુદરતની દેન માને છે અને આ ઓળખથી ખૂબ ખુશ છે.