ઉનાળામાં છોડને કેટલું અને ક્યારે પાણી આપવું? આ ભૂલો કરશો તો છોડ સુકાઈ પણ શકે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુંડાની માટી ઝડપથી સૂકાઈ જાય છે, તેથી સમયસર અને યોગ્ય માત્રામાં પાણી આપવું જરૂરી છે.

પરંતુ જરૂર કરતાં વધુ પાણી આપવાથી છોડની જડોને નુકસાન થઈ શકે છે. ઉનાળામાં છોડને પાણી તેની જાત, કુંડાના કદ અને તડકા મુજબ આપવું જોઈએ.

સામાન્ય રીતે માટીની ઉપરની 1થી 2 ઇંચ સપાટી સૂકી લાગે ત્યારે જ પાણી આપો.

ઉનાળામાં દરેક છોડને પાણી આપવાનો કોઈ એક નિશ્ચિત નિયમ નથી. તે છોડના પ્રકાર, કુંડાના કદ અને તેને મળતા તડકાના પ્રમાણ પર આધાર રાખે છે.

નાના કુંડામાં રહેલી માટી ઝડપથી સૂકાઈ જતી હોવાથી આવા છોડને ઉનાળામાં વધુ વખત પાણી આપવાની જરૂર પડી શકે છે.

જ્યારે મોટા કુંડામાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, તેથી તેમાં વારંવાર પાણી આપવાની જરૂર પડતી નથી.

જો વાત કરી એ છોડને પાણી આપવાના સમયની તો છોડને પાણી આપવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે અથવા સાંજનો હોય છે.

બપોરની કડક ગરમીમાં પાણી આપવાથી તે ઝડપથી બાષ્પીભવન થઈ જાય છે, જેના કારણે છોડને પૂરતી ભેજ મળતી નથી.

Fill in some text

ઘણા લોકો એવું માને છે કે ઉનાળામાં વધુ પાણી આપવાથી છોડ વધુ લીલાછમ રહેશે, પરંતુ હકીકતમાં આવું કરવાથી કુંડામાં પાણી ભરાઈ રહે છે, જડોને પૂરતી હવા મળતી નથી અને તે સડવાની શક્યતા વધી જાય છે.

છોડને સ્વસ્થ અને હરિયાળા રાખવા માટે માત્ર પાણીની માત્રા નહીં, પરંતુ યોગ્ય સમયે અને જરૂરિયાત મુજબ પાણી આપવું સૌથી મહત્વનું છે.