ઉકડીચે મોદક ચોખાના લોટના કવર અને નાળિયેર-ગોળના મીઠા પૂરણથી બનતો ઉકડીચે મોદક મહારાષ્ટ્રની ખાસ ઓળખ છે.
તળેલા મોદક ક્રિસ્પી અને ટેસ્ટી તળેલા મોદકમાં નાળિયેર, ગોળ અને ડ્રાયફ્રૂટનું પૂરણ ભરવામાં આવે છે.
ચોકલેટ મોદક બાળકોને ખાસ પસંદ આવે એવો ચોકલેટ મોદક. ચોકલેટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ડ્રાયફ્રૂટથી તેનો સ્વાદ વધુ ખાસ બને છે.
ડ્રાયફ્રૂટ મોદક કાજુ, બદામ, પિસ્તા અને અખરોટથી બનેલા ડ્રાયફ્રૂટ મોદક સ્વાદ સાથે રિચ ટેક્સચર પણ આપે છે.
કેસર મોદક કેસરની સુગંધ અને દૂધિયા સ્વાદવાળો કેસર મોદક તહેવારની થાળીને શાહી ટચ આપે છે.
માવા મોદક માવા, ખાંડ અને એલચીથી બનતો માવા મોદક નરમ, ક્રીમી અને મોઢામાં ઓગળી જાય એવો હોય છે.
કયો મોદક બેસ્ટ? પરંપરાગત સ્વાદ માટે ઉકડીચે, ક્રિસ્પી ટેસ્ટ માટે તળેલો અને નવા ફ્લેવર માટે ચોકલેટ મોદક ટ્રાય કરી શકો છો.