બહુ જલ્દી Personal થવું પહેલી જ મુલાકાતમાં સામેની વ્યક્તિને ખૂબ જ અંગત સવાલો પૂછવા અથવા પોતાની અંગત વાતો શેર કરવી અસહજ લાગી શકે છે.
સતત ફોન ચેક કરવો ડેટ દરમિયાન વારંવાર ફોન જોવાથી સામેની વ્યક્તિને એવું લાગી શકે છે કે તમને વાતચીતમાં રસ નથી. શક્ય હોય ત્યાં સુધી ફોન સાઇડમાં રાખો.
જૂના સંબંધોની વાતો પહેલી મુલાકાતમાં Ex વિશે વારંવાર વાત કરવી યોગ્ય નથી. વર્તમાન વ્યક્તિને સમજવા અને વાતચીત પર ધ્યાન આપવું વધુ સારું છે.
ખોટી ઈમેજ બનાવવી સામેની વ્યક્તિને પ્રભાવિત કરવા માટે પોતાની લાઇફસ્ટાઇલ, નોકરી કે વ્યક્તિત્વ વિશે ખોટું બોલવું ભવિષ્યમાં સમસ્યા ઊભી કરી શકે છે.
બહુ Expectations રાખવી પહેલી જ ડેટથી સંબંધ ક્યાં પહોંચશે તેની અપેક્ષા રાખવી યોગ્ય નથી. એકબીજાને સમજવા માટે સમય આપવો જરૂરી છે.
સામેની વ્યક્તિને સાંભળો માત્ર પોતાની વાત કરવાને બદલે સામેની વ્યક્તિ શું કહે છે તે ધ્યાનથી સાંભળો. સારો સંબંધ માત્ર વાત કરવામાં નહીં, પરંતુ સમજવામાં પણ બને છે.
Datingમાં શું યાદ રાખવું? સ્વાભાવિક રહો, સન્માન જાળવો અને ઉતાવળ ન કરો. દરેક વ્યક્તિની પસંદ, સીમાઓ અને કમ્ફર્ટ લેવલનો આદર કરવો સૌથી મહત્વપૂર્ણ છે.