મોરિંગાના ભજીયા ખાધા છે? સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મોરિંગાના ભજીયા ઘરે જ બનાવો.

સૌથી પહેલા મોરિંગાના પાન લો તાજા મોરિંગાના પાન તોડીને સારી રીતે સાફ કરો અને પાણીથી ધોઈ લો.

હવે બેટર તૈયાર કરો ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું અને થોડું અજમો મિક્સ કરો.

મસાલો ઉમેરો તેમાં ઝીણી સમારેલી લીલા મરચાં, આદુ અને ડુંગળી ઉમેરો. જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ બેટર બનાવો.

મોરિંગાના પાન મિક્સ કરો સાફ કરેલા મોરિંગાના પાન બેટરમાં ઉમેરો અને બધા પાન પર મસાલાનું મિશ્રણ સરખું લાગી જાય તેમ મિક્સ કરો

હવે ભજીયા તળો કડાઈમાં તેલ ગરમ કરી બેટરના નાના-નાના ભાગ નાખો. ભજીયા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

ગરમાગરમ ભજીયા તૈયાર! મોરિંગાના ક્રિસ્પી ભજીયાને લીલી ચટણી અથવા ચા સાથે સર્વ કરો અને પરિવાર સાથે સ્વાદ માણો.