શિયાળામાં મોટાભાગના લોકો સામાન્ય પાણી કે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનું સેવન કરે છે.

ઘણા લોકો ખોરાક ખાધા પછી ગરમ પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક એવા હોય છે જે આખો દિવસ ગરમ પાણીનું સેવન કરે છે.

આમ તો ગરમ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ કેટલીકવાર ફાયદાકારક વસ્તુઓ પણ નુકસાન પહોંચાડવા લાગે છે.

તો ચાલો આપણે જાણીએ કે શિયાળાની ઋતુમાં આખો દિવસ ગરમ પાણી પીવાથી શું આડઅસર થાય છે?

બળતરા નો અનુભવ

 અત્યંત ગરમ પાણી પીવાથી મોં, ગળા અને પાચનક્રિયામાં બળતરા થાય છે. તેથી ગરમ પાણીને બદલે હુંફાળા પાણીનું સેવન કરવું જોઈએ.

ડિહાઈડ્રેશન થઈ શકે

ખૂબ ગરમ પાણી પીવાથી શરીરમાં પ્રવાહીની ઉણપ થઈ શકે છે, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે.

અપચો જેમને પહેલાથી જ પાચનની સમસ્યા હોય તેમણે ગરમ પાણી ન પીવું જોઈએ.

અપચો 

મિનરલ્સની ઉણપ

જો તમે લાંબા સમય સુધી ગરમ પાણી પીતા હોવ તો શરીરમાં જરૂરી મિનરલ્સની ઉણપ થાય છે. કારણ કે ગરમ પાણીના સેવનથી વધુ પડતો પરસેવો થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટવા લાગે છે અને ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન થાય છે.

ગરમ પાણી પીવાથી પાણીની ઉણપને કારણે શરીરમાં શુષ્કતા આવે છે. તમે તમારા ચહેરા, હોઠ અને આખા શરીર પર શુષ્કતા પણ અનુભવી શકો છો.

શરીરમાં શુષ્કતા