ભારતે અત્યાર સુધી કઈ ટીમો સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે?

1. ઓસ્ટ્રેલિયા

ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ જીતી છે. ભારતે કુલ 32 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

2. ઈંગ્લેન્ડ

ભારતે ઈંગ્લેન્ડ સામે 31 ટેસ્ટ મેચ જીતી છે અને આ શ્રેણીમાં એક-બે જીત સાથે ટીમ નવો રેકોર્ડ બનાવી શકે છે.

3. વેસ્ટ ઈન્ડિઝ

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચોમાં 23 વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.

4. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા

ભારતે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે 22-22 ટેસ્ટ મેચ જીતી છે.

5. દક્ષિણ આફ્રિકા

ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે 16 મેચ જીતી છે.

6. બાંગ્લાદેશ અને પાકિસ્તાન

ભારતે બાંગ્લાદેશને 11 અને પાકિસ્તાનને 9 ટેસ્ટ મેચમાં હરાવ્યું છે.

7. ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 7 વખત અને અફઘાનિસ્તાનને એક વખત ટેસ્ટ મેચમાં હરાવ્યું છે.