શુ છે મંડલા આર્ટ અને કેવી રીતે કરે છે તણાવ અને ચિંતાને દૂર?

આજના વ્યસ્ત જીવનમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે કોઈ વાતને લઈને તણાવમાં ન હોય.

દરેક વ્યક્તિ તણાવને હરાવવા માટે પોતપોતાની ટ્રિકસ અપનાવે છે. કેટલાક સંગીત સાંભળે છે, કેટલાક કસરત કરે છે તો કેટલાક યોગ કરે છે.

આ બધી વસ્તુઓની સાથે, મંડલા આર્ટ પણ તમારા તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે..

શુ છે મંડલા આર્ટ?

આ કળામાં સપ્રમાણતામાં ઝીણી પેટર્ન બનાવવામાં આવે છે. આ પેટર્ન એવી રીતે બનાવવામાં આવે છે કે અંતે એક વિશાળ વર્તુળ રચાય છે. મંડલાનું પ્રારંભિક બિંદુ અને અંતિમ પેટર્ન ગોળાકાર હોય છે.

તણાવ કેવી રીતે દૂર થાય છે?

જ્યારે તમે મંડલા આર્ટ બનાવો છો, ત્યારે તમે તેની વિગતોને કારણે કળા પર સંપૂર્ણ ધ્યાન આપો છો. આ કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટાડે છે અને તણાવ દૂર કરે છે.