અરશદ વારસી અને મારિયા ગોરેટીના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. આ કપલે લગ્નના 25 વર્ષ બાદ આને કાયદેસર બનાવ્યુ છે.

તેઓએ 23 જાન્યુઆરી 2024 ના રોજ તેમના લગ્નની નોંધણી કરાવી. દંપતીએ તેમની 25મી લગ્નની વર્ષગાંઠ પહેલા કાયદેસર રીતે નોંધણી કરાવી છે.

આવી સ્થતિમાં સવાલ એ ઉઠે છે કે 25 વર્ષ પછી આ કપલે અચાનક તેમના લગ્નને કાયદેસર કેમ કરી દીધા?

એક ઇન્ટરવ્યૂમાં અરશદે કહ્યું- "બસ આટલું જ અમારા મગજમાં આવ્યું કે આપણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લઈએ. અમે તેને ક્યારેય ખૂબ મહત્વનું નથી માન્યું".

પરંતુ હવે અમને ખબર પડી છે કે જ્યારે પ્રોપર્ટીની વાત આવે છે ત્યારે આ કેટલું મહત્વનું છે. અમે કાયદાની ખાતર આ કર્યું.

નહીંતર, મને લાગે છે કે ભાગીદારો તરીકે, જો તમે એકબીજા માટે પ્રતિબદ્ધ છો તો તે બધું જ મહત્વનું છે. અભિનેતાએ તેમના લગ્નને સફળ ગણાવ્યા.

એના સિવાય અરશદે આજના સમયમાં સંબંધો તૂટવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમના મતે લોકોમાં સંબંધોમાં ધીરજ નથી હોતી. તેની માનસિકતા બદલાઈ ગઈ છે.

લગ્નની નોંધણી પર પ્રતિક્રિયા આપતા મારિયાએ કહ્યું- "આ પ્રક્રિયા દરમિયાન અમે ખૂબ હસ્યા હતા. હાં મેં એ જ વ્યક્તિ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા છે".