અંજલિ અરોરા આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેણીએ TikTok સાથે તેની કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ જ્યારે આ એપ રાતોરાત બંધ થઈ ગઈ ત્યારે અંજલીને લાગ્યું કે તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે.

તાજેતરમાં, TED ટોકસમાં અંજલીએ તેની આખી સફર વર્ણવી. જેને સાંભળીને દરેક ભાવુક થઈ ગયા. અભિનેત્રી પણ થોડી ભાવુક દેખાતી હતી. અંજલીએ જણાવ્યું કે તેણે 21 વર્ષની ઉંમરે તેની સફર શુરુ કરી હતી.

અંજલીના પિતા, જે એક સામાન્ય પરિવાર સાથે સંકળાયેલા હતા તેઓ એક સ્ટ્રીટ વેન્ડર પર ચંપલ વેંચતા હતા. તેમાંથી કમાણી કરી અને ઘર બનાવ્યું. અંજલીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય આટલું મોટી સોશિયલ મીડિયા સેન્સેશન બની જશે.

અંજલીએ સ્કૂલ પુરી કરી અને કોલેજમાં એડમિશન લીધું. ત્યાં રાજનીતિમાં એન્ટ્રી લીધી. કોલેજના પ્રમુખ તરીકે ચૂંટાઈ હતી અને કોલેજમાં અંજલિ પ્રથમ મહિલા હતી... જેના નામે આટલી મોટી ઉપલબ્ધી છે.

લોકડાઉન લાદવામાં આવ્યું હતું, આ દરમિયાન તેણીએ 18 હજાર રૂપિયાની ઇન્ટર્નશિપ કરી હતી, પરંતુ ફ્લાઇટ્સ વગેરે બંધ થવાને કારણે તે આજ સુધી આ ઇન્ટર્નશિપ માટે જઈ શકી નથી. ઘરે બેસીને અભિનેત્રીએ TikTok પર ટૂંકા વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે તેણે એક લાખ લોકોની ફેન ફોલોઇંગ મેળવી લીધી. 300 રૂપિયાની એડ મળી જે અંજલીને પહેલો પગાર હતો. ત્યારબાદ સરકારે TikTok એપ પર પ્રતિબંધ લગાવી દીધો. અંજલીએ જણાવ્યું કે તે રાત્રે તે ખૂબ રડી હતી.

પછી જ્યારે તેણે જોયું કે લોકો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવી રહ્યા છે અને તેમના ફેન્સને કહી રહ્યા છે કે TikTokને બદલે તે ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહેશે, તો તેણે પણ આ કરવાનું યોગ્ય માન્યું.

લાઈવ દરમિયાન અંજલિના એક લાખ ફોલોઅર્સથી 5 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. જ્યારે અંજલીએ 'કાચા બદામ' ગીત પર રીલ બનાવી. તો તે રાતોરાત વાયરલ થઈ ગયું. તેના 8 મિલિયન ફોલોઅર્સ છે અને હવે અંજલીને લોકો જાહેરમાં ઓળખવા લાગ્યા.

એના પછી અંજલીને એકતા કપૂરનો ફોન આવ્યો. તે અભિનેત્રીને 'લોકઅપ' માટે બોલાવી હતી.

આજના સમયમાં અંજલીએ પોતાના માટે કરોડોની કિંમતનું ઘર બનાવ્યું છે. તેની પોતાની કાર છે. આજે અંજલિ એડ્સ કરવા અથવા બ્રાન્ડને સ્પોન્સર કરવા માટે 30 લાખ સુધીનો ચાર્જ લે છે.