ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ટીમની બહાર છે.

ગયા વર્ષે ભારતમાં રમાયેલ ICC ODI વર્લ્ડ કપનો હીરો ઇજાના કારણે મેદાનથી દૂર છે.

મોહમ્મદ શમીએ શેર કરેલી તસ્વીરોમાં તે હોસ્પિટલમાં બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે.

તેના નાકમાં ઓક્સિજનની ટ્યુબ છે અને તે પછી પણ તે થમબ્સ અપ કરતો જોવા મળે છે.

શમીએ ઓપરેશન પછી  ટ્વીટર પર  લખ્યું, "મારે હમણાં જ મારી અકીલીસ ટેન્ડન હીલના સફળ સર્જરી કરવામાં આવી છે. રિકવરીમાં સમય લાગશે, પણ હું મારા પગ પર ઉભા રહેવા માટે ખૂબ જ ઉત્સુક છું".

મોહમ્મદ શમીએ 2023 ODI વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

માત્ર 7 મેચ રમ્યા બાદ તેના ખાતામાં કુલ 24 વિકેટ પડી હતી અને ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઇનલમાં તેણે 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.