લોકો નારંગીને ખૂબ જ ચાઉથી ખાય છે અને પછી તેની છાલને ફેંકી દે છે, પરંતુ હવે તમે ક્યારેય નારંગીની છાલ ફેંકી દેશો નહીં.

તમને જણાવી દવ કે નારંગીની છાલ હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ હોય છે.

તેમાં ફ્લોબોનોઈડ હેસ્પેરીડીન જેવા તત્વો હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

નારંગીની છાલમાં વિટામિન સી પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જે ફેફસાને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.

વિટામિન સીની હાજરીને કારણે, તે ચહેરા પર ચમક લાવવામાં મદદ કરે છે.

ચહેરાને ગ્લો મળશે

છાલને 2 દિવસ તડકામાં સુકવી લો અને પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો અને આ પાવડરને મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડા દિવસોમાં ચહેરા પર સોના જેવી ચમક આવી જશે.

વજન ઝડપથી ઘટશે

નારંગીની છાલને પાણીમાં ઉકાળી લો. પછી આ પાણીમાં લીંબુ ઉમેરો, થોડું કાળા મરી અને થોડું કાળું મીઠું ઉમેરો. આ ઓરેન્જ ટી તૈયાર છે. આ ચા પીવાથી તમારું વજન પણ ઝડપથી ઘટશે.