પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ ઘણીવાર તણાવમાં રહે છે અને તેની સીધી અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

આજે અમે તમને એવી કેટલીક સ્ટ્રેસ મેનેજમેન્ટ ટિપ્સ જણાવીશું, જેની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ તણાવમુક્ત રહેશે.

શારીરિક રીતે સક્રિય રહો

પરીક્ષાના સમયે મોટાભાગના વિદ્યાર્થીઓ રમવાનું અને કુદવાનું બંધ કરી દે છે. તમે આવું બિલકુલ ન કરો. શારીરિક પ્રવૃત્તિ કરવા માટે આખા દિવસમાં થોડો સમય કાઢો.

મેડિટેશન અને કસરત કરો

દરરોજ ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરો. આમ કરવાથી તમારું મન શાંત અને પરીક્ષાનો તણાવ પણ દૂર થશે.

અભ્સાસનું સમયપત્રક બનાવો

પરીક્ષા સમયે તમારા અભ્યાસનું નિશ્ચિત ટાઈમ-ટેબલ બનાવો. આમ કરવાથી તમે તમારો અભ્યાસક્રમ સમયસર પૂરો કરી શકશો અને પરીક્ષાને લગતો તણાવ નહિ વધે.

પુષ્કળ ઊંઘ લો

મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે પૂરતી ઊંઘ લેતા નથી, જેના કારણે તણાવ વધે છે. તેથી, દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો, આ તમારા મગજને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરશે અને પરિક્ષાઓનું દબાણ નહિ વધે.

તંદુરસ્ત ખોરાક ખાઓ

પરીક્ષા દરમિયાન જંક ફૂડ ખાવાનું ટાળો. તેના બદલે હેલ્ધી ફૂડ ખાઓ, કરણ કે પૌષ્ટિક ખોરાક ખાવાથી મગજનું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.