આ વખતે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 8 માર્ચ, શુક્રવારે ઉજવવામાં આવશે. હિન્દૂ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે ઉજવવામાં આવે છે.

આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે ઘણા દુર્લભ સંયોગો બનવાના છે.

300 વર્ષ બાદ આ વખતે મહાશિવરાત્રી પર સ્વાર્થ સિદ્ધિ યોગ, શિવાયોગ, સિદ્ધયોગ અને શ્રાવણ નક્ષત્રનો સંયોગ થવા જઈ રહ્યો છે જે ખૂબ જ ખાસ છે.

જ્યોતિષના મતે કેટલીક રાશિઓ માટે મહાશિવરાત્રી સારી માનવામાં આવે છે જેના કારણે તેમને આર્થિક લાભ થશે.

વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. ભગવાન શિવની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે સાથે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

વૃષભ

સિંહ

સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રીથી સારા દિવસોની શરૂઆત થશે. બધી મનોકામનાઓ પૂર્ણ થશે. ઇચ્છીત નોકરી મળવાની સંભાવના છે. તમને પદ અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે. આર્થિક સ્થતિમાં સુધરશે.

મહાશિવરાત્રી તુલા રાશિના જાતકોની આર્થિક સ્થતિને મજબૂત બનાવશે. ધન સંબંધિત તમામ કાર્યોમાં તમને સફળતા મળશે. સંબંધો વધુ મજબૂત બનશે. વિવાહિત જીવન પણ સુખદ રહેશે સાથે માન-સમ્માન વધશે.

 તુલા 

કુંભ

મહાશિવરાત્રી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહી છે. આ સમયે કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. રોકાણ માટે આ સમય ઘણો સારો માનવામાં આવે છે. તમને સારી નોકરી મળી શકે છે.