જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જે તમારા સંકટને દૂર કરશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ત્રણ  વિશેષ મૂર્તિઓ સ્થાપિત કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આ ત્રણેય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે, ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પોતાના ઘરમાં દેવી લક્ષ્મી, ગણેશજી અને કુબેરજીની મૂર્તિઓ રાખવી જોઈએ.

હિંદુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓમાં કુબેરજીની ધનના દેવતા કહેવામાં આવે છે, જ્યારે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં ભગવાન ગણેશને લાભ સાથે જોડવામાં આવ્યા છે. ગણેશજીને સુખ અને સમૃદ્ધિના દેવતા કહેવામાં આવે છે.

જો તમે છેલ્લા કેટલાક સમયથી એક-એક પૈસા માટે તલપાપડ છો, તો કોઈપણ બીલંબ કર્યા વિના આ મૂર્તિઓ ઘરે લાવો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ કરવાથી તમે માત્ર આમિર જ નહીં બનો પરંતુ ઘરમાં સુખ-શાંતિ પણ આવશે સાથે પરિવારના સભ્યોની પ્રગતિ પણ થશે.