ભારતમાં તેમજ વિશ્વભરમાં વાહનોની ઝડપ અંગે અલગ-અલગ ગતિ મર્યાદાના નિયમો છે.

ભારતમાં સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે કાર ચલાવવા પર ભારે દંડ થઈ શકે છે.

લોકોની સુરક્ષા માટે સરકાર વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરે છે. જુદા જુદા રસ્તાઓ માટે અલગ-અલગ ગતિ મર્યાદાઓ છે.

પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં તમે તમારી કાર ગમે તેટલી ઝડપથી ચલાવો તો પણ દંડ   નથી થતો.

આ દેશમાં મહત્તમ ઝડપની કોઈ મર્યાદા નથી. દરઅસલ, આ દેશ જર્મની છે જ્યાં મહત્તમ સ્પીડની કોઈ મર્યાદા નથી.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિકસ અનુસાર, જર્મન ઓટોબાન નામના સ્પીડવે પર કાર માટે કોઈ ગતિ મર્યાદા નથી.

જોકે, જર્મનીના અન્ય એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર કારની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.