ઓસ્કર 2024

11 માર્ચ, US એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા ઓસ્કાર 2024ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.

ઘણી ફિલ્મોએ એવોર્ડ જીત્યા

જ્યારે ક્રિસ્ટોફર નિલાનની ફિલ્મ 'ઓપનહાઇમર'એ 7 એવોર્ડ જીત્યા હતા, ત્યારે 'પુઅર થીંગ્સ'એ પણ ત્રણ એવોર્ડ જીત્યા હતા.

દરેક અભિનેતાનું સ્વપ્ન

ફિલ્મ જગતમાં કામ કરતા અભિનેતાઓ, અભિનેત્રીઓ, અને અન્ય કલાકારોનું સપનું ઓછામાં ઓછું એકવાર ઓસ્કાર જીતવાનું હોય છે.

એવોર્ડ બનાવવાની કિંમત

પરંતુ શું તમે જાણો છો કે જે એવોર્ડ માટે કલાકારો સ્પર્ધા કરતા હતા તે એવોર્ડ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?

1000 ડોલર

રિપોર્ટ અનુસાર, ઓસ્કાર એવોર્ડ બનાવવાનો ખર્ચ 1000 ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 82 હજાર રૂપિયા હોય છે.

જો તમે તેને વેચશો તો તમને કેટલું મળશે?

જો કે, જો કોઈ વિજેતા પોતાનો એવોર્ડ વેચવા માંગે છે, તો તેને માત્ર 10 ડોલર એટલે કે આશરે 827 રૂપિયા જ મળશે.

તમને પૈસા ઓછા કેમ મળે છે?

વેચાણ પર આટલા ઓછા પૈસા મળવા પાછળનું એક કારણ એ છે કે વિજેતા આ એવોર્ડ ફક્ત એકેડમીને જ વેચી શકે છે અને તેના બદલામાં માત્ર 10 ડોલર જ મળશે એવો નિયન છે.