હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હોળીનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે.

હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે હોળીનો તહેવાર 25 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે.

આખતની હોળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે વર્ષનું પ્રથમ ગ્રહણ એટલે કે ચંદ્રગ્રહણ થવાનું છે.

ચંદ્રગ્રહણ સવારે 10:24 થી બપોરે 3:01 સુધી ચાલશે. જેનો કુલ સમયગાળો 4 કલાક 36 મિનિટનો રહેશે.

હોળી પર ચંદ્રગ્રહણની અસર

ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં થાય કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

જેના કારણે ભારતમાં લોકો ચંદ્રગ્રહણ દરમિયાન પણ હોળી રમી શકશે. આ ચંદ્રગ્રહણ ઉત્તર-પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં દેખાશે.

આ સંયોગ હોળીના દિવસે બનશે

100 વર્ષ પછી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનો સંયોગ છે. જેના કારણે આ હોળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે વર્ષ 2024ની હોળી શુભ રહેવાની છે.....

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે હોળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા તમામ કામ પૂર્ણ થશે. હોળીનો આ તહેવાર મેષ રાશિના લોકોને આગળ વધવાની તક આપી રહ્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

સિંહ રાશિ

હોળીનો આ તહેવાર સિંહ રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. સારી નોકરી મળવાના ચાન્સ છે. વેપારમાં તમને સફળતા મળી શકે છે.

ધનુ રાશિ

હોળી ધનું રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. નાણાકીય સંકટ સમાપ્ત થશે. આર્થિક લાભ થવાની પણ સંભાવના છે. તમે આ હોળીથી નવા કાર્યોની શરૂઆત કરી શકો છો.