દ્રાક્ષ છે એક સુપરફૂડ!

દ્રાક્ષને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવી છે. આ મીઠા અને ખાટા ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે  અને  સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પોષક તત્વો

દ્રાક્ષમાં Vitamin C, Calcium, પોટેશિયમ, મગ્નેશિયમ અને આયર્ન વગેરે જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

દ્રાક્ષનો રસ

સવારે ખાલી પેટ દ્રાક્ષનો રસ પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. આવો જાણીએ કે એક મહિના સુધી તેનો જ્યુસ પીવાથી શું ફાયદા થાય છે......

રોગપ્રતિકારક શક્તિમાં  વધારો

એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર દ્રાક્ષનો રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે કુદરતી રીતે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

હૃદય માટે છે સારું

દ્રાક્ષના રસમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઓન મદદ કરે છે.

 દ્રાક્ષનો રસ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય છે.

પાચન

વજન નિયંત્રણ

જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે દ્રાક્ષનો રસ એક ઉત્તમ પીણું સાબિત થઈ શકે છે.