સ્કિન ટેન

ઉત્તર ભારતના લગભગ દરેક શહેરમાં શિયાળોએ વિદાય લીધી  છે અને સખત ગરમી શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં સૂર્યપ્રકાશથી સ્કિન ટેન થવાનું જોખમ પણ ઘણું વધારે હોય છે.

બચવા માટે કરો આ ઉપાયો

સ્કિનની ટેન ટાળવા માટે, તમે કેટલાક ઉપાયો કરી શકો છો જે તમારી ત્વચાને માત્ર સૂર્યથી જ બચાવશે નહીં, પરંતુ ત્વચાના રંગમાં પણ સુધારો કરશે.

સનસ્ક્રીન લગાઓ

બહાર જતા પહેલા વધારે  એસપીએફ સનસ્ક્રીન લગાવવાની ખાતરી કરો. તમારી ત્વચાના પ્રકાર અનુસાર સનસ્ક્રીન પંસદ કરો.

સૂર્યપ્રકાશ ટાળો

સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો, જો તમારી પાસે કામ હોય તો જ ઘરની બહાર જાઓ. ખાસ કરીને સવારે 10 થી 4 વાગ્યાની વચ્ચે કામ વગર ઘરની બહાર ન નીકળો.

ઢાંકેલા કપડાં પહેરો

સંપૂર્ણ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળો, આ તમારી ત્વચાને ટેન થવાથી બચાવશે. આ સિવાય ઉનાળાની ઋતુમાં હળવા કપડાં પહેરો.

હોમમેઇડ ફેસ માસ્ક

ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને ચમકદાર રાખવા માટે તમે દહીં, મધ અને હળદરની મદદથી ઘરે જ ફેસ માસ્ક તૈયાર કરી શકો છો.

હાઈડ્રેટેડ રહો

દિવસ દરમિયાન શક્ય તેટલું વધું પાણી પીવો, જેથી કરીને તમે હંમેશા હાઈડ્રેટેડ રહેશો. આનાથી તમે તમારી ત્વચાને નુકસાન થવાથી બચાવી શકશો.