આ વર્ષે, રંગોનો તહેવાર હોળી 25 માર્ચ, 2024 એટલે સોમવારના રોજ ઉજવવામાં આવશે.

હોલિકા દહન 24મી માર્ચે થશે. તમને જણાવી દઈએ કે હોલિકા દહન, હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે.

હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ થાય છે પરંતુ આ લાકડાનો ઉપયોગ હોલિકા દહન માટે ન કરવો જોઈએ......

હોલિકા દહન માટે આંબા, આમળા, બેલ, અશોક, શમી, પીપળ અને લીમડાના વૃક્ષોના લાકડાની પસંદગી ન કરો. કહેવાય છે કે આ વૃક્ષને હિન્દૂ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે.

આ સિવાય હોલિકા દહન માટે લીલા વૃક્ષોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. હોલિકા દહનમાં સૂકા લાકડાં કે ઝાડીઓને બાળવામાં આવે છે.

હોલિકા દહનમાં ઉમરો અને એરંડાના ઝાડનો ઉપયોગ કરી શકાય છે. હોલિકા દહનમાં ગાયના છાણની કેક પણ તમે સામેલ કરી શકો છો.