આ વખતે હોળીકા દહન 24મી માર્ચે એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે અને હોળીનો તહેવાર આ વખતે 25મી માર્ચે, સોમવારના રોજ ઉજવવામાં આવશે.

હોલિકા દહનને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે અને બીજા દિવસ રંગો અને ગુલાલથી હોળી રમવામાં આવે છે.

પૌરાણિક મહત્વ અનુસાર, હોલિકા દહન વિધિની આ પરંપરા ભગવાન વિષ્ણુના ભક્ત હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ અને તેની ફુઈ હોલિકા સાથે જોડાયેલી છે.

હોલિકા દહનનો સમય

દર વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવમાં હોય છે અને આ વર્ષે પણ હોલિકા દહન ભદ્રાના પ્રભાવમાં જ રહેશે.

વાસ્તવમાં, હોલિકા દહન પર આવતીકાલે સવારે 9:24 વાગ્યે ભદ્રા શરુ થશે અને રાત્રે 10:27 વાગ્યે સમાપ્ત થશે. એટલે હોલિકા દહન આવતીકાલે રાત્રે ભદ્રાની સમાપ્તિ પછી જ કરવામાં આવશે.

હોલિકા દહન શુ છે?

હોલિકા દહનમાં, ઝાડની ડાળીને જમીનમાં દાટી દેવામાં આવે છે, ચારે બાજુથી લાકડા, અને ગાયના છાણથી ઘેરાયેલી હોય છે અને નિશ્ચિત સમયે દહન કરવામાં આવે છે.

હોલિકા દહન પૂજા પદ્ધતિ

જ્યારે હોલિકા દહન શરુ થાય ત્યારે ત્યાં જઈને અગ્નિને પ્રણામ કરો. પછી જમીન પર પાણી રેડવું. આ પછી આગમાં કાળા તલ નાખી દો. આ પછી ઓછામાં ઓછા 3 વખત આગની આસપાસ ફરો.

આ પછી, અગ્નિને પ્રમાણ કરો અને તમારી મનોકામના કરો. પછી હોલિકા અગ્નિની ભસ્મથી પોતાનું અને તમારા પરિવારના સભ્યોનું તિલક કરો.