ઉનાળાની ઋતુ આવતાની સાથે જ તરસ છીપવવા માટે ઠંડુ પાણી સૌથી મોટી જરૂરિયાત બની જાય છે.

આ કારણોસર, ઘણા લોકો પાણી ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરે છે.

જો તમે પાણી ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવા નથી માંગતા, તો માટલું તમારા માટે ખૂબ જ મદદરૂપ છે.

હકીકતમાં, ઘણા લોકો માને છે કે ફ્રીજના પાણી કરતાંમાટલુંનું પાણી તરસ છીપાવી દે છે.

તેથી જ તેઓ ફ્રીજમાંથી ઠંડુ કરેલું પાણી પીવાને બદલે માટલામાં કુદરતી રીતે ઠંડુ કરેલું પાણી પીવાનું પંસદ કરે છે.

જો તમે પણ ઈચ્છો છો કે પાણી ઠંડુ હોય તો માટલાને જાડા સુતરાઉ કાપડથી લપેટી લો.

આ પછી, ચારે બાજુથી પાણી નાખીને માટલાની ફરતે વિટાળેલા કપડા અથવા બોરીને ભીનું કરો. પાણી ખૂબ જ ઠડું રહેશે.

માટીના વાસણો ઉપરાંત તાંબાના ઘડા કે વાસણ પણ પાણીને ઠડું કરવામાં મદદરૂપ હોય છે.

જો તમે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરો તો સવાર સુધીમાં પાણી એકદમ ઠડું થઈ જાય છે.