વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે થવાનું છે. સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ સવારે 9 વાગીને 12 મિનિટે અને સમાપન 2 વાગીને 22 મિનિટે થશે.

સૂર્યગ્રહણને એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે કારણ કે સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં માત્ર વૈજ્ઞાનિકો જ નહીં પરંતુ જ્યોતિષીઓ પણ સૂર્યગ્રહણને લઈને સતર્ક રહે છે.

શું ભારતમાં દેખાશે સૂર્યગ્રહણ?

આ સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. મૂળભૂત રીતે આ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ, એટલાન્ટિક, આર્કટિક, મેક્સિકો, ઉત્તર અમેરિકામાં જ દેખાશે. કારણ કે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને 2:22 વાગ્યે સમાપ્ત થશે.

આ સૂર્ય ગ્રહણ શા માટે ખાસ છે?

વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ પોતાનામાં વિશેષ છે. આ પૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરથી શરૂ થશે અને આ પ્રકારનું સૂર્યગ્રહણ વર્ષ 1970માં જોવા મળ્યું હતું અને આગામી સમયમાં 2078માં જોવા મળશે.

કયાં કયાં જોવા મળશે સૂર્યગ્રહણ?

આજે રાત્રે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ માત્ર પશ્ચિમ યુરોપ, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક, મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ પ્રદેશ અને આયર્લેન્ડમાં જ દેખાશે.

ગ્રહણ દરમિયાન શું કરવું ફાયદાકારક?

મંત્રોનો જાપ અને ધ્યાન કરવું વિશેષ લાભદાયક રહેશે, આ દરમિયાન કરવામાં આવતી પૂજા ચોક્કસપણે સ્વીકારવામાં આવે છે,  આ દરમિયાન દીક્ષા લેવી વિશેષ શુભ હોય છે અને ગ્રહણ પછી સ્નાન કરીને કોઈ ગરીબને દાન કરો.

સૂર્યગ્રહણ દરમિયાન શા માટે છે પ્રતિબંધ?

સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. એવું પણ કહેવાય છે કે સૂર્યગ્રહણ સમયે ભોજન કરવાથી તમામ પુણ્ય અને કર્મો નાશ પામે છે.