હિન્દુ કેલેન્ડર મુજબ, ભગવાન શ્રી રામનો જન્મદિવસ ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી તિથી પર   ઉજવવામાં આવે છે, જે રામ નવમી તરીકે ઓળખાય છે.

આ વર્ષે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવી રહી છે.

જો જીવનમાં સમસ્યાઓ ઓછી નથી થઈ રહી અને નવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે કેટલાક ઉપાયો અપનાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો......

ઘરે કઇંક સ્વીટ બનાવો

આ દિવસે ઘરે જ પોતાના હાથે મીઠાઈ બનાવીને ભગવાનને અર્પણ કરો. ભગવાનને પ્કસાદ ચઢાવ્રા બાદ દરેકને પ્રસાદ આપવો જોઈએ.

રામના નામની કીર્તિન કરો

તાળીઓ વગાડવા અને શ્રી રામ જય રામ જય જય રામ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી બધી પરેશાનીઓ દૂર કરશે. આ તહેવારને આખા પરિવાર સાથે માનવો.

રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો

રામ દરબારને શણગાર્યા પછી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જ્યારે શત્રુઓથી ડર લાગે છે, ત્યારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ ડરને ઘરની બહાર નીકાળવામાં ઢાલનું કામ કરે છે.