ઉનાળો શરૂ થતાં જ સિઝનેબલ ફળો ખાવાનું લોકો શરૂ કરી દે છે અને તેમાં પણ ખાસ કરીને તરબૂચ.

પરંતુ તરબૂચ ખરીદતી વખતે કયું અસલી અને કયું કેમિકલ વાળું તેને કેવી રીતે ઓળખવું?

Well, કેટલાક લોકો કહે છે કે તરબૂચ અંદરથી લાલ હોય છેે તો અસલી છે તેવું નથી, વાસ્તવમાં તેની કોઈ ગેરેન્ટી નથી, કારણ કે તે દવા વાળું પણ હોઈ શકે છે.

FSSAI એ જણાવ્યું કે, તરબૂચની અંદર એરિથ્રોસિન નામનું કેમિકલ નાખવામાં આવે છે, જેના કારણે તે અંદરથી લાલ દેખાવા લાગે છે.

ઓરીજીનલ તરબૂચને ઓળખવા માટે FSSAI એ કહ્યું છે કે તરબૂચને 2 ભાગમાં કાપી લો અને બંનેના એક ભાગ પર રૂ નો નાનો બોલ ઘસો.

જો તમારા રુ પર કોઈ કલરના લાગે તો તે ઓર્ગેનિક છે અને તેને પકાવવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

જ્યારે દવા વાળું તરબૂચ તમારા પેટમાં પ્રવેશતા એરિથ્રોસિન કેમિકલનો કારણે તમને ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે તમારે તરબૂચ અવશ્ય ખાવું જોઈએ કારણ કે લાઈકોપીનની સાથે તેમાં અન્ય ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે.