લગ્ન પછી યુગલો હનીમૂન  પર મોટાભાગે માટે  વિદેશ જવાનું પસંદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જ હનીમૂન માટે આ સુંદર ડેસ્ટિનેશન આવેલા છે .

આ જગ્યાઓ યુગલ માટે એક્દમ બેસ્ટ છે..........

લગ્ન બાદ કપલ હનીમૂન પર ગોવા જઇ શકે છે. ગોવા કપલો માત્ર ભારતમાં શ્રેષ્ટ હનીમૂન સ્થળોમાનું એક છે.

અહીં બીચ પર તમે એકબીજાનો હાથ પકડીને આગળના જીવનનું સપનું જોઈ શકો છો. ગોવામાં મોડી રાતની પાર્ટીઓ અને રંગીન રાતો તેને શ્રેષ્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.

જો ગોવાના બીચની વાત કરીએ તો કલંગુટ બીચ, અંજુના બીચ, બાગા બીચ, વેગેટર બીચ, સિંકરિયન બીચ, પાલોલેમ બીચ કપલ્સની પહેલી પંસદ હોય છે.

લદ્દાખ

લદ્દાખ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે, મોટાભાગના લોકો અહીં તેમના હનીમૂન માટે જાય છે.

જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય સ્પેન્ડ કરવા માંગો છો તો લદ્દાખ તમારા માટે બેસ્ટ ઓપશન બની શકે છે.

દાર્જિલિંગ

દાર્જિલિંગ માત્ર ચાના બગીચા માટે જ પ્રખ્યાત નથી, તે હનીમૂનનું બેસ્ટ ડેસ્ટિનેશન પણ છે. દાર્જિલિંગને "પહાડોની રાણી" તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો તમે પણ તમારા હનીમૂનને યાદગાર બનાવવા માંગો છો, તો તમે અહીં ટોય ટ્રેન દ્વારા મુસાફરી પણ કરી શકો છો.

કંચનજંગા

તમે તમારા પાર્ટનર સાથે અહીં ટાઇગર હિલ પરથી અથવા કંચનજંગાની પાછળ સૂર્યોદય જોઈ શકો છો.